નવરાત્રી મહોત્સવ 2025
*શ્રી ત્રાગડ સોની પ્રગતિ મંડળ સુરત (યુવા પાંખ તથા મહિલા પાંખ) દ્વારા આયોજિત* *નવરાત્રી મહોત્સવ-૨૦૨૫* વર્ષોની પરંપરા, વડીલો ના સંસ્કાર અને સનાતનની સંસ્કૃતિને સાચવી રાખતો, શક્તિ, ભક્તિ અને ઉત્સાહથી ભરેલ નવરાત્રીનો ઉત્સવ, ગુજરાતી ગરબાને સંગ. જગત જનની માં અંબાજીની આરાધના નાં આ પાવન અવસરે, *શ્રી ત્રાગડ સોની પ્રગતિ મંડળ, સુરત (યુવા પાંખ તથા મહિલા પાંખ)* દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ-૨૦૨૫માં આપ સૌને સહ-પરિવાર પધારવા આમંત્રણ પાઠવવામાં આવે છે. 🗓 *તારીખ : ૦૪ ઓક્ટોબર ૨૦૨૫, શનિવાર* 🕡 *સમય : સાંજે ૬:૦૦ થી રાત્રે ૧૦:૩૦ સુધી* 📍 *સ્થળ : SMC ચિલ્ડ્રન કોમ્યુનિટી હોલ, ગંગેશ્વર મહાદેવ મંદિરની સામે, અડાજણ, સુરત.* 📌 *Google Location: [SMC Children Community Hall Location](https://maps.app.goo.gl/SFf82z2eBxQVigVbA)* 💃🏼 *આપ સૌના આગમન સાથે રાસ-ગરબાની આ સાંજને ભક્તિ, ઉત્સાહ અને સંગીતના સંગમ સાથે આપણા સમાજ માટેના આ નવતર અનુભવને સાંસ્કૃતિમય અને મનોરંજક બનાવીએ.* 🪔 *માતાજી ની આરતી :- 🕡 સાંજે ૬ :૩૦ કલાકે .* 🍛 *ભોજન સમારંભ અંગે ની વિશેષ નોંધ:* *પ્રેમપૂર્વક બનાવેલ સ્વાદિષ્ટ ભોજનનુ પણ આયોજન પણ કરવામાં આવેલ છે, જેથી સમૂહ ગરબા સાથે સમૂહ ભોજનનો સ્વાદ સાથે આનંદ લઈ શકીશુ.* 📣 *સ્પોન્સરશિપ / જાહેરાત આવકાર્ય:* *ફ્લેક્સ બેનર દ્વારા વ્યવસાયિક જાહેરાત પ્રદર્શિત કરી શકાશે .* *બ્રાન્ડ વિઝિબિલિટી માટે જાહેરાત થકી સમાજ સેવા માં સહભાગી થવા નો ઉત્તમ અવસર* 🎊 *આયોજનની ખાસિયતો:* * પારંપરિક સંગીત સાથે જીવંત ગરબા * સમાજના પરિવાર સાથે મીઠો સમય વિતાવવાની તક * પ્રવેશ નિ:શુલ્ક (જ્ઞાતિજનો માટે) *આપણા સમાજની દીકરીઓ, કે જેમણે અન્ય જ્ઞાતિ કે સમાજમાં લગ્ન કર્યા હોઈ, તેઓને તેમના પરિવાર (એટલે કે દીકરી-જમાઈ અને બાળકો) સહીત આ નવરાત્રિ મહોત્સવ-2025 મા ઉપસ્થિત રહી, ભાગ લેવા માટે મંડળ તરફથી ભાવભીનું આમંત્રણ પાઠવવામા આવે છે, જેની સર્વે જ્ઞાતિજનોએ નોંધ લેવા વિનંતી.* 🙏 શ્રી ત્રાગડ સોની પ્રગતિ મંડળ સુરત *(યુવા પાંખ તથા મહિલા પાંખ)* વર્ષોથી સમાજસેવા, યુવાનોના / મહિલાઓના ઉત્થાન અને સંસ્કૃતિના સંવર્ધન માટે કાર્યરત છે. આ નવરાત્રીનો ઉત્સવ સમાજના ઉદ્દેશને આગળ ધપાવતું એક પવિત્ર પગથિયુ છે. 📞 *સ્પોન્સરશીપ અને અનુદાન માટે સંપર્ક :* 8141414633 ( મયંક પારેખ ) 9925076763 ( વિકાસ પારેખ ) 9727607979 ( નિલેશ પારેખ ) તેમજ મુખ્ય કારોબારી સમિતિ, યુવા સમિતિ અને મહિલા સમિતિ.. ✨ ચાલો, સૌ સાથે મળીએ, એક ભક્તિમય અને ઉત્સવમય સંધ્યાએ, સાથે ગરબા રમીએ અને સાથે આનંદ માણીયે !!!!! આપ સૌના હાર્દિક આવકાર સહ, *શ્રી ત્રાગડ સોની પ્રગતિ મંડળ, સુરત.* *(યુવા પાંખ તથા મહિલા પાંખ )*