About Us

Welcome to Shree Tragad soni pragati mandal, surat.
Shri Tragad Soni Pragati Mandal, Surat.
Year of establishment of the Mandal - 1969.
Date:- 29/04/1969
Office of the Mandal at that time:-
C/O Vinodchandra Manilal Parekh
Zaveri Maholla, Sagarampura, Surat.
&
C/O. Navinchandra Ishwarlal Parekh
21, Giriraj Society Section-1,
Near Panna Tower, Amidhara Wadi Road, Surat.
Our Tragad Soni family living in the villages of Surat district and its talukas had the idea of forming a well-planned organization-Mandal for our caste with the main goal of getting momentum and progress in the economic, social and educational fields of children, and raising the standard of living of children and families. This idea was put forward by Late. Shri Sumantalal Bhagwanji Parekh to the Late. Shri Dinubhai Harilal Parekh, a resident of Bardoli at that time, Shri Navinchandra Ishwarlal Parekh, Late.Shri Manilal Nagindas Parekh, Late.Shri Ramanlal Thakorlal Parekh, as well as to the residents of Haldharu,Late. Shri Natwarlal Nathubhai Parekh and Late.Shri Sumanlal Nathubhai Parekh, and all of them appreciated and supported his good idea. With this, on 15/04/1969, the outline for establishing our Mandal was prepared at Haldharu and on On 29/04/1969, our group was formed from the house of Shri Thakorlal Chhotalal Parekh at Kadod Mukam and with that, our Shri Tragad Soni Pragati Mandal, Surat was established, thus realizing the dream of Late.Shri Sumantlal Bhagwanji Parekh. Along with this, we will hold an annual convention of our group and include every member in the group, celebrate the love and affection of each member, and distribute encouraging prizes to students, honor the leaders of the society and organize programs like group gatherings to take the society forward and further.
- The Shri Tragad Soni community is located in the villages living on the banks of the holy Tapi river in Surat district of Gujarat. Our community has been establishing discipline and boundaries in the society through the process of social justice and social work for years. In which our elders have made invaluable contributions and contributions. "Change is the law of the world cycle." As the tide of time changes, the society also needs to keep pace with it. So with the changing times, the working methods of the society also had to change according to the economic situation of the society and the need for education, as part of which our community has formed Shri Tragad Soni Pragati Mandal, Surat and has tried to give direction to the society through various activities for the upliftment of the society under the auspices of the society.
- Since we are a Brahmin in the samaj, the occasion of “Samuhjanoi” arose from the need for one Sanskar of 16 Sanskars, which was organized FIRST on 28/04/1980, in which the office bearers, donors and members of the Samaj Trust made a huge contribution. The first Samuhjanoi conveyed the message of unity of the society to every household of the society, as a result of which TOTAL more than 16 Samuhjanoi programs of the society have been organized with great pomp.
- As a result of the unity of the samaj, the activities intensified and with the idea of constructing a Samaj Bhavan under the leadership of the society, a Samaj Bhavan was planned for the society in 2021, a land purchase was planned for our samaj at Bardoli.
- A program to honor bright stars was started to encourage students studying at the rural and urban levels of the samaj .
- Free notebooks are distributed to students studying in the SAMAJ every year, so that students of the society can pursue higher studies.
- With the aim of helping the families of the samaj financially, the work of providing interest-free loans is going on to help the people of the samaj.
- In the samaj, an introduction matrimonial fair is organized at various times for unmarried young men and women of our own samaj.
- To fulfill the financial requirement for the development of the samaj bhavan and for purchasing new land, a “BHUMIDAN” project was started in year 2021, as a result of which the cooperation of donors like Vir Bhamasha of the society is being received.
- To collect all information about the family of the samaj and collect all the information about the matrimonial and other things on online , the samaj's website was started in 2015, in which we are currently going to make the website operational in a new form with the necessary changes.
- Blood donation camps are also organized for the benefit of the society, through which the patient's blood deficiency can be met at the time of need.
શ્રી ત્રાગડ સોની પ્રગતિ મંડળ , સુરત.
મંડળ ના સ્થાપના વર્ષ - ૧૯૬૯ . તારીખ :- ૨૯/૦૪/૧૯૬૯
મંડળ નું કાર્યાલય જે તે સમયે :-
C/O વિનોદચંદ્ર મણિલાલ પારેખ
ઝવેરી મહોલ્લો , સગરામપુરા , સુરત.
તથા
C/O . નવીનચંદ્ર ઈશ્વરલાલ પારેખ
૨૧, ગિરિરાજ સોસાયટી વિભાગ -૧ ,
પન્ના ટાવર પાસે, અમીધારા વાડી રોડ, સુરત.
સુરત જિલ્લા અને તેના તાલુકાઓ ના ગામો માં વસવાટ કરતા આપણી ત્રાગડ સોની પરિવાર નો આર્થિક, સામાજિક અને બાળકો ના શૈક્ષણિક ક્ષેત્રે વેગ મળે , પ્રગતિ થાય ,તથા બાળકો અને પરિવારો નું જીવન ધોરણ ઊંચું આવે એવા મુખ્ય ધ્યેય સાથે આપણી જ્ઞાતિ માટે કોઈ સુનિયોજિત સંસ્થા- મંડળ ની રચના કરવી એવો વિચાર .સ્વ. શ્રી સુમંતલાલ ભગવાનજી પારેખ ને વિચાર આવ્યો હતો. આ વિચાર એમને તે સમયે બારડોલી નિવાસી સ્વ. શ્રી દિનુભાઈ હરિલાલ પારેખ , સુરત નિવાસી શ્રી નવિંનચંદ્ર ઈશ્વરલાલ પારેખ , સ્વ. શ્રી મણિલાલ નગીનદાસ પારેખ, સ્વ. શ્રી રમણલાલ ઠાકોરલાલ પારેખ તેમજ હલધરું નિવાસી સ્વ. શ્રી નટવરલાલ નાથુભાઈ પારેખ અને સ્વ. શ્રી સુમનલાલ નાથુભાઈ પારેખ સમક્ષ
સ્વ. શ્રી સુમનતલાલ ભગવાનજી પારેખે મુક્યો હતો તથા તેમનો આવું સરસ વિચાર બધા એ વધાવી લઇ સમર્થન આપ્યું હતું અને આ સાથે ૧૫/૦૪/૧૯૬૯ ના દિવસે હલધરું મુકામે આપણા મંડળ ની સ્થાપના કરવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી અને તા. ૨૯/૦૪/૧૯૬૯ ના રોજ કડોદ મુકામે શ્રી ઠાકોરલાલ છોટાલાલ પારેખ ના ઘરે થી આપણા મંડળ ની રચના થઇ હતી અને તે સાથે આપણું શ્રી ત્રાગડ સોની પ્રગતિ મંડળ, સુરત ની સ્થાપના કરી સ્વ . શ્રી સુમંતલાલ ભગવાનજી પારેખ ના વિચારો નું સ્વપ્ન સાકાર પામ્યું. આ સાથે આપણા મંડળ નું વાર્ષિક સંમેલન કરી ને મંડળ માં સમાવિષ્ટ દરેક સભ્ય નું સ્નેહ મિલાન સમારંભ તથા વિધાર્થી ઓ ને પ્રોત્સાહિત ઇનામ વિતરણ તથા વિદ્યાર્થી ઓ ને નોટબૂક વિતરણ, સમાજ ના મોભી નું સન્માન તથા સમૂહ જનોઈ જેવા કાર્યક્રમો કરી ને સમાજ ને આગળ અને આગળ વધારવા જઈએ છે.
-
ગુજરાતના સુરત જિલ્લાના પવિત્ર તાપી નદીના કાંઠે વસવાટ કરતા ગામો માં શ્રી ત્રાગડ સોની સમાજ વસેલો છે.આપણો સમાજ વર્ષોથી સોની કામ તથા સામાજિક ન્યાયની પ્રક્રિયા દ્વ્રારા સમાજમાં શિસ્ત અને મર્યાદાઓ સ્થાપવાની પ્રક્રિયા કરી રહ્યો છે. જેમાં આપણા વડીલોનો અમુલ્ય ફાળો અને યોગદાન રહેલ છે. ”પરિવર્તન એજ સંસારચક્રનો નિયમ છે.” જેમ જેમ સમયની કળવટ બદલાય તેમ સમાજે પણ તેની સાથે કદમ મીલાવવા જરૂરી છે. જેથી બદલાતા સમયની સાથે સમાજની આર્થિક પરિસ્થિતી અને શિક્ષણની જરૂરીયાત મુજબ સમાજની કાર્યપધ્ધતિઓ પણ બદલવાની ફરજ પડી જેના ભાગ રૂપે આપણા સમાજે શ્રી ત્રાગડ સોની પ્રગતિ મંડળ, સુરત ની રચના કરી સમાજ ના નેજા હેઠળ સમાજ ઉત્કર્ષ માટે ની અનેકવિધ પ્રવૃતિઓ દ્વારા સમાજને દિશા આપવાનો પ્રયાસ કરેલ છે.
-
સમાજ માં આપણે બ્રાહ્મણ કુળ ના હોવાથી સૌ પ્રથમ ૧૬ સંસ્કાર માનો એક જનોઈ સંસ્કાર ની જરૂરીયાતમાંથી “ સમુહજનોઈ ” નો પ્રસંગ ઉદ્દભવ થયો જેને તા.૨૮/૦૪/૧૯૮૦ ના રોજ સમાજનો પ્રથમ સમુહજનોઈ નો કાર્યક્રમ યોજાયો જેમાં સમાજટ્રસ્ટ ના હોદેદારશ્રીઓ, દાતાશ્રીઓ અને સભ્યશ્રીઓ નું ખુબજ મોટું યોગદાન રહેલ છે.પ્રથમ સમુહજનોઈ સમાજની એકસુત્રતાનો આગવો સંદેશ સમાજના ઘર-ઘર સુધી પહોચાડ્યો જેના ફળસ્વરૂપે અત્યાર સુધી સમાજના ૧૬ કરતા પણ વધારે સમુહજનોઈ કાર્યક્રમ ધામધૂમપૂર્વક યોજવામાં આવેલ છે.
-
સમાજની એકતાના ફળસ્વરૂપે ગતિવિધિ તેજ થઈ અને સમાજના નેતૃત્વમાં સમાજ ભવન નું બાંધકામ કરવાના વિચાર સાથે સમાજ માટે સમાજભવન બનવાનું આયોજન કરવા માં આવ્યું અને ૨૦૨૧ માં આપણા સમાજ માટે બારડોલી મુકામે જમીન ખરીદી કરવાનું આયોજન કરવા માં આવ્યું .
-
સમાજના ગ્રામ્ય તથા શહેરી કક્ષાએ અભ્યાસ કરતાં વિધાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડવા માટે તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યકૂમ શરૂ કરવામાં આવ્યો .
-
સમાજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને દર વર્ષે ફ્રી નોટબૂક નું વિતરણ કરવા માં આવે છે જેના થી સમાજ ના વિદ્યાર્થી ઉચ્ચ અભ્યાસ કરી શકે.
-
સમાજના પરિવારજનોને આર્થિકરૂપે મદદરૂપ થવાના ઉદ્દેશ સહ સમાજ ના લોકો ને મદદ થાય એના માટે વ્યાજ ફ્રી લોન આપવાનું કાર્ય ચાલુ છે.
-
સમાજમાં વિવિધ સમયે આપણા જ સમાજ ના અપરણિત યુવક - યુવતી નો પરિચય મેળા નું આયોજન કરવામાં આવે છે.
-
સમાજ સંકુલના વિકાસ માટે અને નવીન જમીન ખરીદ કરવા માટે નાણાંની જરૂરીયાત પરિપૂર્ણ કરવા માટે ભૂમિદાન પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો જેના ફળસ્વરૂપે સમાજના વિર ભામાશા સમાન દાતાઓના સહકાર મળી રહેલ છે.
-
સમાજના પરિવારની માહિતી એકત્ર કરી તમામ સમાજ બંધુઓની પરિવારજનોની તમામ માહિતી એકત્રીકરણ કરવા માટે સમાજની વેબસાઇટ –૨૦૧૫ માં શરૂકરવામાં આવેલ હતી જેમાં જરૂરી ફેરફાર સહ હાલમાં નવિન સ્વરૂપે વેબસાઇટ કાર્યરત કરવા જઈ રહ્યા છીએ.
-
સમાજ ના હિત માટે બ્લડ ડોનેશન કેમ્પ નું પણ આયોજન કરવામાં આવે છે જેના થકી જરૂરિયાત સમયે દર્દી ને લોહી ની ઉણપ ઉભી થાય તે ને પુરી કરી શકાય.